Loksabha General Election - 2024 (Gujarat State)
(સામાન્ય સુચનાઓ/માર્ગદર્શન)

સૌ પ્રથમ વેબ બ્રાઉઝર (ગૂગલ ક્રોમ, મોઝીલા ફાયર ફોક્ષ વગેરે) માં www.exp2024.gper.in ટાઇપ કરી એન્ટર કરો એટલે નીચે મુજબની વિન્ડો ખુલશે જેમાં સબંધિત શહેર / જિલ્લાના નામ ઉપર કલીક કરવું.

 

જેથી, નીચે મુજબની લોગ ઇન માટેની વિન્ડો ખૂલશે જેમાં તમને ફાળવવામાં આવેલ પાસવર્ડ એન્ટર કરી લોગઇન થવું.

 

પ્રથમ વાર લોગઇન થતી વખતે ખુલતી નીચે મુજબની વિન્ડોમાં નોડલ ઓફિસરનું નામ એન્ટર કરી સબમીટ ઉપર કલીક કરવું.

 

ત્યાર બાદ નીચે મુજબની Annexure દર્શાવતી નવી વિન્ડો ખુલશે.

1) Annexure B8
Daily Activity Report by the Flying Squad on Seizure of Cash / Other items related Complaints.

ફલાઇંગ સ્કવોડની દૈનિક કામગીરી માટેના Annexure B8 ઉપર કલીક કરો એટલે નીચે મુજબની વિન્ડો ખુલશે.

જો સબંધિત તારીખમાં કોઇ જ બનાવ બનેલ ના હોય, એટલે કે નીલ રીપોર્ટ હોય તો ઉપર જમણી બાજુ આપેલ No Report ચેક બોક્ષમાં કલીક કરી Add બટન ઉપર કલીક કરવું.
બનાવ બનેલ હોય તો ADD TODAY’S ENRTY ઉપર કલીક કરવું. નીચે મુજબની ડેટા એન્ટ્રી માટેની વિન્ડો ખુલશે.

કોલમ નં. ૧ : માં વિધાનસભા મતવિસ્તારનું નામ લખવું. તમામ વિગતમાં પ્રથમ અક્ષર કેપીટલ લેટર જયારે બાકીની વિગત સ્મોલ લેટરમાં ભરવી. (અંગ્રેજી વ્યાકરણના નિયમો પાળવા)
કોલમ નં.ર : ફરિયાદનો પ્રકાર લખવો. દા.ત. રોકડ રકમ જપ્ત કરેલ હોય તો Movement of Indian currency,  દેશી દારૂ પકડેલ હોય તો Movement of illegal Country Liquor,  ભારતીય બનાવટના વિદેશી દારૂ માટે Movement of illegal IMFL, સોનાની હેરફેર માટે Movement of Gold, ચાંદીની હેરફેર માટે Movement of Silver, હથિયારબંધી જાહેરનામાના ભંગ માટે Violation of the notification of The G.P. Act, 1951 Section-135 વિગેરે...
કોલમ નં. ૩ : માં જેની સામે કંમ્પ્લેઇન નોંધવામાં આવી હોય તે વ્યક્તિ કે વ્યક્તિઓના નામ-સરનામા લખવા.

કોલમ નં.૪ : Items માં જપ્ત કરવામાં આવેલ વસ્તુનું નામ તથા જથ્થો દર્શાવવો. Amount માં તેની કિંમત લખવી. દેશી દારૂ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો હંમેશાં લીટરમાં જ દર્શાવવો. દા.ત. એક જ બનાવમાં એક થી વધુ વસ્તુઓ જપ્ત કરેલ હોય તો Items ના ખાનામાં IMFL 106.50 Litres worth Rs.45,600, Vehicle-1 Worth Rs.6,50,000 Mobile-1 Worth Rs.500 દર્શાવવું જયારે Amount ના ખાનામાં કુલ કિંમત 6,96,100 દર્શાવવી.

કોલમ નં. પ : માં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો વસ્તુનો જથ્થો અને કિંમત દર્શાવવી. જો કોલમની માહિતી નીલ હોય તો Nil લખવું.

કોલમ નં. ૬ : જો FIR દાખલ થયેલ હોય તો Yes બટન ઉપર અને ના થયેલ હોય તો No બટન ઉપર કલીક કરવું.

કોલમ નં.૭ :  બનાવ કોઇ ઉમેદવાર કે રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ હોય તો તેમના નામ લખવા, ના હોય તો Nil લખવું.

કોલમ નં.૮ : રોકડ રકમ કે વસ્તુ  જેના દ્વારા જપ્ત કરવામાં / કબ્જામાં લેવામાં આવેલ હોય તે અધિકારીનું નામ, હોદ્દો, ઓફીસ સરનામું.

કોલમ નં. ૯: રીમાર્કસમાં FIR Number ગુ.ર.નં. કલમ વિગેરે દર્શાવવા. દા. ત. FIR registered vide Chhotaudepur PSCR No. III/188/2017 u/s 65(E), 98(2) of the Prohibition Act, 1949 ત્યાર પછી Add બટન ઉપર કલીક કરવું.

બીજો બનાવ એ જ તારીખે બનેલ હોય તો ઉપર મુજબની પ્રક્રિયા ફરીથી અનુસરવી.

જો કોઈ મુદ્દામાલ પકડેલ ના હોય કે કોઈ બનાવ બનેલ ના હોય તો અહીં NO REPORT ક્લીક કરવું.
NO REPORT ક્લિક કરવાથી પણ આજના દિવસ ની Entry થઇ જશે.

2) Annexure B9
Daily Activity Report by Flying Squad on MCC related Complaints

આદર્શ આચાર સંહિતા ભંગના બનાવોની વિગત માટેના Annexure B9 ઉપર કલીક કરવું. જો સબંધિત તારીખમાં કોઇ જ બનાવ બનેલ ના હોય તો, No Report ચેક બોક્ષમાં કલીક કરવું.

જો બનાવ બનેલ હોય તો ADD TODAY’S ENRTY ઉપર કલીક કરવું. નીચે મુજબની ડેટા એન્ટ્રી માટેની વિન્ડો ખુલશે.

કોલમ નં.૧: શહેર / જિલ્લાનું નામ ઇનબીલ્ટ લખેલું જ આવશે.
કોલમ નં.ર: ફરિયાદ / બનાવની તારીખ દર્શાવવી.
કોલમ નં.૩: ફરિયાદીનું નામ તથા સરનામું દર્શાવવું. જો ફરિયાદ / બનાવ કોઇ રાજકીય પાર્ટી સાથે સંલગ્ન હોય તો તે રાજકીય પાર્ટીનું નામ દર્શાવવું.
કોલમ નં.૪: જેના વિરૂધ્ધમાં ફરિયાદ મળેલ હોય તે વ્યકિત / વ્યક્તિઓના નામ સરનામા અને સબંધિત રાજકીય પાર્ટીનું નામ દર્શાવવું.
કોલમ નં.પ: આદર્શ આચાર સંહિતા ભંગના બનાવ વિશે ટૂંકી વિગત લખવી.
કોલમ નં.૬: બનાવ અંગે કરવામાં આવેલ કાર્યવાહી દર્શાવવી. ત્યાર બાદ ADD બટન ઉપર કલીક કરવું.
બીજા બનાવ માટે ફરીથી ઉપર મુજબની કાર્યવાહી અનુસરવી.

જો કોઈ બનાવ બનેલ ના હોય તો અહીં NO REPORT ક્લીક કરવું.
NO REPORT ક્લિક કરવાથી પણ આજના દિવસ ની Entry થઇ જશે.

3) Annexure B10
Format of Daily Activity Report by Static Surveillance Teams on Seizure of Cash / Other Items related Complaints

સ્ટેટિક સર્વેલન્સ ટીમની દૈનિક કામગીરીની માહિતી ભરવા માટે Annexure B10 ઉપર કલીક કરવું.

જો સબંધિત તારીખમાં કોઇ જ બનાવ બનેલ ના હોય તો, No Report ચેક બોક્ષમાં કલીક કરવું.

જો બનાવ બનેલ હોય તો ADD TODAY’S ENRTY ઉપર કલીક કરવું. નીચે મુજબની ડેટા એન્ટ્રી માટેની વિન્ડો ખુલશે.

કોલમ નં.૧: વિધાનસભા મતવિસ્તારનું નામ લખવું.
કોલમ નં.ર: સ્ટેટિક સર્વેલન્સની ટીમ દ્વારા ચેક પોસ્ટ ખાતે ચેક કરવામાં આવેલ વ્યક્તિનું નામ-સરનામું લખવું. Cash ના કોલમમાં જપ્ત કરવામાં આવેલ રોકડ રકમ દર્શાવવી.
કોલમ નં.૩: અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોય તો તેની વિગત તથા કિંમત દર્શાવવી. Approx Value Rs. કોલમમાં રોકડ રકમ તથા અન્ય વસ્તુઓની કુલ કિંમત દર્શાવવી.
કોલમ નં.૪: જો એફઆઇઆર થયેલ હોય તો Yes બટન ઉપર અને ન થયેલ હોય તો No બટન ઉપર કલીક કરવું.
કોલમ નં.પઃ બનાવ જે ઉમેદવાર કે રાજકીય પાર્ટી સાથે સંલગ્ન હોય તેનું નામ-સરનામું દર્શાવવું.
કોલમ નં.૬: રોકડ રકમ અને અન્ય વસ્તુઓ જપ્ત કરનાર અધિકારીનું નામ, હોદ્દો તથા ઓફિસ સરનામું દર્શાવવું.
કોલમ નં.૭: સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર અથવા એફઆઇઆર નંબર, કલમ વિગેરે દર્શાવવા.
ત્યાર બાદ ADD બટન ઉપર કલીક કરવું. બીજા બનાવ માટે ફરીથી ઉપર મુજબની કાર્યવાહી અનુસરવી.

4) Annexure B12
Report on alternate day of IMFL / Beer / Country Liquor by the State / District Level Nodal Officer

ધી ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ હેઠળ કરવામાં આવેલ શહેર / જિલ્લાની કામગીરીની વિગત ભરવા માટે  Annexure B14 ઉપર કલીક કરતાં નીચે મુજબની વિન્ડો ખુલશે.

જેમાં ઉપર જમણી બાજુ આપેલ ADD TODAY’S ENRTY ઉપર કલીક કરવું. નીચે મુજબની ડેટા એન્ટ્રી માટેની વિન્ડો ખુલશે.

આ પત્રક ભરતી વખતે જે-તે તારીખના ગયા વર્ષના પ્રોહિબિશનની આંકડાકીય માહિતીની જરૂરિયાત રહેશે જેથી અગાઉથી જ સબંધિત સમયની આંકડાકીય માહિતી મેળવી રાખવી.
કોલમ નં.૧૧: બોર્ડર ચેક પોસ્ટ સહિતની ચેકપોસ્ટની સંખ્યા લખવી. (FS / SST સિવાય)
કોલમ નં.૧૨: Volume of illicit liquor seized by check posts in Bulk litres જેમાં Country Liquor ના ખાનામાં ચેક પોસ્ટ ખાતે જપ્ત કરવામાં આવેલ દેશી દારૂનો જથ્થો લીટરમાં દર્શાવવો. IMFL ના કોલમમાં ચેક પોસ્ટ ખાતે જપ્ત કરવામાં આવેલ IMFL નો જથ્થો લીટરમાં દર્શાવવો.
Worth of Seizure including Vehicles, Wash, Non edible Gur, Cash etc (in Rs.) જેમાં Country Liquor ના ખાનામાં દેશી દારૂની કિંમત, IMFL ના કોલમમાં IMFL ની કિંમતલ, Others ના કોલમમાં જપ્ત કરવામાં આવેલ અન્ય વસ્તુઓ જેવી કે, વાહન, વોશ, અખાદ્ય ગોળ, રોકડ રકમ વિગેરેની કિંમત દર્શાવવી.
કોલમ નં.૧૩:  Number of raids conducted જેમાં સફળ તથા નિષ્ફળ રેઇડોની સંખ્યા દર્શાવવી.
કોલમ નં.૧૪: Volume of illicit liquor seized in Bulk litres during raids જેમાં રેઇડ દરમ્યાન જપ્ત કરવામાં આવેલ દેશી દારૂ, ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લીટરમાં દર્શાવવો.
Worth of Seizure including Vehicles, Wash, Non edible Gur, Cash etc  (in Rs.) જેમાં Country Liquor ના ખાનામાં દેશી દારૂની કિંમત, IMFL ના કોલમમાં IMFL ની કિંમતલ, Others ના કોલમમાં જપ્ત કરવામાં આવેલ અન્ય વસ્તુઓ જેવી કે, વાહન, વોશ, અખાદ્ય ગોળ, રોકડ રકમ વિગેરેની કિંમત દર્શાવવી.
કોલમ નં.૧૫: સબંધિત તારીખે કરવામાં આવેલ દારૂબંધીના કેસોની સંખ્યા દર્શાવવી.
કોલમ નં.૧૬ : અટકાયત કરવામાં આવેલ આરોપીઓની સંખ્યા દર્શાવવી.
કોલમ નં.૧૭: પ્રોહિબિશન અંગે કરવામાં આવેલ દંડની રકમ દર્શાવવી. જો કે ગુજરાતમાં આવી કોઇ જોગવાઇ નથી જેથી આ કોલમની હકીકત શૂન્ય દર્શાવવી. ત્યાર બાદ ADD બટન ઉપર કલીક કરવું.

તમામ Annexures ની વિગતો સંપૂર્ણ ભરાઇ ગયા પછી Dashboard ઉપર Daily District Reports ઉપર કલીક કરવું જેથી તમામ Annexures ફાઇનલ સબમીટ થઇ જશે. જયાંથી પ્રિન્ટ પણ લઇ શકાશે. એકવાર ફાઇનલ સબમીટ થયા પછી તેમાં સુધારા-વધારા કરી શકાશે નહીં. જેથી, કાળજીપૂર્વક તમામ માહિતી દાખલ કરવી.

5) Annexure N (NDPS)
Details of NDPS Daily Report

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રોજેરોજ પકડવામાં આવતું ડ્રગ જેવુકે ગાંજો, ચરસ, હેરોઇન કે અન્ય કોઈ પાવડર કે પ્રવાહી ફોરમેટ નું નશીલું દ્રવ્ય, આ સંદર્ભે કરવામાં આવતી કાર્યવાહી ની નોંધ માટે આ પત્રક બનાવેલું છે. જેમાં અલગ અલગ પ્રકાર ના નશીલા દ્રવ્યો નું લિસ્ટ આપેલ છે, જે કઈ પણ પકડેલ હોય તેની માહિતી ભરવી.

જો કોઈ મુદ્દામાલ પકડેલ ના હોય કે કોઈ બનાવ બનેલ ના હોય તો અહીં NO REPORT ક્લીક કરવું.
NO REPORT ક્લિક કરવાથી પણ આજના દિવસ ની Entry થઇ જશે.

ઉપર દર્શાવેલ 5 પત્રકો દરેક જિલ્લા/શહેર એ ફરજીયાત ભરવાના છે. Annexure B8, Annexure B9, Annexure B10, Annexure N (NDPS) આ 4 પત્રકો માં કોઈ માહિતી ના હોય તો NOREPORT ક્લિક કરી દેવું.